ગુજરાતી (Gujarati)

આ પાના પર નક્શો તેમજ ભાડાં, ટેક્સીઓ, કન્જેશ્ચન ચાર્જ, Santander Cycles તેમજ રીવર બોટ સેવાઓ વિશે અન્ય માહિતીનો સમાવેશ થાય છે.

લંડન અંડરગ્રાઉન્ડનો નક્શો (London Underground)

આ નક્શામાં ટ્યુબ લાઈનો, સ્ટેશનો તેમજ સમગ્ર લંડન અંડરગ્રાઉન્ડ, લંડન ઓવરગ્રાઉન્ડ અને ડોકલેન્ડ્સ લાઈટ રેઈલવેના રેઈલ નેટવર્કો વિશે માહિતી આપવામાં આવેલ છે.

કોન્ટેક્ટલેસ પેમેન્ટ તેમજ Oyster કાર્

જો તમે લંડનમાં મુસાફરી કરી રહ્યાં હો, તો તમારી મુસાફરી માટે અનેક રીતે પૈસા ચૂકવી શકાય છે. મોટાભાગનાં લોકો માટે કોન્ટેક્ટલેસ પેમેન્ટ અથવા Oyster કાર્ સાથે પે એઝ યુ ગો સૌથી સારામાં સારો વિકલ્પ છે.  પે એઝ યુ ગો સાથે, તમે જરૂર હોય ત્યાં અને ત્યારે મુસાફરી કરી શકો છો, અને તમારી પાસેની ટિકિટ યોગ્ય છે કે નહિ તેની ચિંતા કરવી પડતી નથી, અને પે એઝ યુ ગો ભાડાં સામાન્ય રીતે રોકડેથી ચૂકવવા કરતાં સસ્તાં હોય છે. તમે કોન્ટેક્ટલેસ પેમેન્ટનો ઉપયોગ કરો કે પછી Oyster કાર્ નો - પે એઝ યુ ગો ભાડાં સરખાં જ થાય છે. બંને કાર્ડ તમને ડેઈલી કેપિંગ (દૈનિક મર્યાદા) આપે છે. કોન્ટેક્ટલેસ પેમેન્ટ કાર્ડ સાથે, તમને સોમવારથી રવિવાર દરમ્યાન કેપિંગનો વધારાનો લાભ પણ મળે છે. 

તમે અંડરગ્રાઉન્ડ સ્ટેશનો પરનાં ટિકિટ મશીન પરથી અથવા દુકાનો અને ન્યૂઝએજન્ટોમાં આવેલ 4000 કરતાં વધુ ટિકિટ સ્ટોપ્સ પરથી Oyster કાર્ નો મેળવી શકો છો. તમારે £5 ડીપોઝીટ ચૂકવવાની રહેશે અને તે પછી મુસાફરી કરતાં પહેલાં તેના પર પે એઝ યુ ગો ક્રેડિટ અથવા સીઝન ટિકિટ ઉમેરો. અથવા તમે તમારું કોન્ટેક્ટલેસ પેમેન્ટ કાર્ડ વાપરીને તરત જ મુસાફરી કરવાનું શરૂ કરી શકો છો.

વિગતો માટે જુઓ (PDF 235KB)

ગ્રાહક સેવા અને લંડન અંડરગ્રાઉન્ડમાં સુધારા કરવા

અમે આ વર્ષે ટ્યુબ પર ગ્રાહક સેવામાં પરિવર્તન લાવવા માટેની અમારી આધુનિકીકરણની યોજના પૂરી પાડી રહ્યાં છીએ.  અમે જેવી રીતે અમારાં મુસાફરોને સેવા પૂરી પાડીએ છીએ તેમાં ફેરફારો થઈ રહ્યા છે, કર્મચારીઓને પાછળના રૂમ્સમાંથી ખસેડીને ટિકિટ હોલમાં મૂકવામાં આવી રહ્યાં છે જ્યાંથી તેઓ ગ્રાહકોને બહેતર સેવા આપી શકશે.

તમે લંડનનાં મુલાકાતી છો?

જો હો, તો મહેરબાની કરીને અમારાં લંડનની મુલાકાત લેવી (Visiting London) પાનાં જુઓ જ્યાંથી તમને મુલાકાતીઓ માટેના Visitor Oyster કાર્ડ વિશે તેમજ પાટનગરમાં તમારી મુસાફરીનો મહત્તમ આનંદ મેળવવા વિશે વધુ જાણકારી મળશે. 

અંગ્રેજીમાં વધુ માહિતી માટે જુઓ

Santander Cycles

દિવસના 24 કલાક ઉપલબ્ધ હજારો બાઈકો અને સેંકડો સ્ટેશનોને લીધે, Santander Cycles હરવાફરવાની સરળ અને આનંદપ્રદ પદ્ધતિ છે. સાઈકલ ભાડે લઈને લંડનમાં હરો ફરો.

અંગ્રેજીમાં વધુ માહિતી માટે જુઓ 

કન્જેશ્ચન ચાર્જ

જો તમે સોમવારથી શુક્રવાર સવારે 07:00 થી સાંજે 18:00દરમ્યાન સેન્ટ્રલ લંડનમાં કાર ચલાવીને જશો તો તમારે દૈનિક કન્જેશ્ચન ચાર્જ ચૂકવવાનો રહેશે. તે કેવી રીતે કામ કરે છે, ચાર્જ કેવી રીતે ચૂકવવો અને તેમાંથી મળતી છૂટછાટો વિશે આ દસ્તાવેજમાં માહિતી આપવામાં આવેલી છે. 

વધુ માહિતી માટે જુઓ:

Low Emission Zone (LEZ) (લો ઈમિશન ઝોન)

જો તમે મોટું વાહન ચલાવતાં હો, તો તમારે LEZ માટેનાં ઉત્સર્જનનાં (વાહનમાંથી નીકળતા ધુમાડાને લગતાં) આવશ્યક ધોરણો પૂરાં કરવાનાં રહેશે. LEZ ગાડીઓ અથવા મોટરસાઈકલોને લાગુ પડતો નથી. LEZ વિશે વધારે જાણકારી મેળવો.

વધુ માહિતી માટે જુઓ

રિવર બોટ

રિવર થેમ્સ પરની બોટ સેવાઓ વિશેની માર્ગદર્શિકા તમારી ભાષામાં મેળવવા માટે મહેરબાની કરીને સંપર્ક કરોઃ

K International Ltd.
14 Davy Avenue
Knowlhill
Milton Keynes
MK5 8PL

ટેલીફોનઃ 0800 298 3009

 

Favicon

My Lines

My Buses

My Roads

My River Buses

My Emirates Air Line

My Journeys

My Places

  Favicon

  Favourite lines

  Favourite buses

  Favourite roads

  Favourite river buses

  Favourite Emirates Air Line

  Favourite journeys

  Favourite places